About



Suresh Limbachiya, Librarian


હું, એટલે સુરેશ લિમ્બાચીયા, વ્યવસાયે લાઈબ્રેરીયન, નાનકડી શાળામાં ૨૫ વરસનો પુસ્તકો વચ્ચે રહેવાનો અજોડ અનુભવ,  અનુભવ જ નહી …..જિંદગી નો દશકો વીતી ગયો પુસ્તકો ની વચ્ચે, એ જ મારો ભૌતિક…..સ્થૂળ પરિચય….

સમાજ માં વાંચન ટેવ કેળવી શકાય.. હકારાત્મક અભિગમ ફેલાવી શકાય એ એક બ્લોગર તરીકેની  નિષ્ઠા છે. 

બાળકો અતિશય પ્રિય છે. ખાસ કરીને ગરીબ બાળકો, માછીમારી કરી ગુજરાન ચલાવનારા લોકો ના બાળકો, મીઠું પકવનારા (અગરિયા) લોકોના બાળકો,...... સમય અને સંજોગો સાથ આપશે તો નજીકના ભવિષ્યમાં માછીમારો ના બાળકો અને મીઠું પકવનારા (અગરિયા) લોકોના બાળકો,માટે કશુંક કરવાની ભાવના …..  એ એક માત્ર સપનું જીવનનું..


અને મારા લેખન કાર્ય વિશે શું કહું……જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા …. અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી  આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..!


“મારું જીવન..એ જ મારો સંદેશ”…. એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે …..મારી એ પાત્રતા નથી..એ હું જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે……………

સુરેશ લિમ્બાચીયા

Popular Posts

World Rivers Day 2023: India Celebrating the Lifelines of Earth

World Rivers Day 2023 | विश्व नदी दिवस 2023 (World Rivers Day 2023: Celebrating the Lifelines of Earth | विश्व नदी दिवस 2023: पृथ्वी की जीवन...